ભરૂચ: નેત્રંગ પોલીસે બિલ વગરના પાન મસાલા સહિત રૂ. 81.14 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

હાલ લોકસભા ચૂંટણીને ધ્યાને લઇ નેત્રંગ પોલીસ મોવી ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગમાં હતી

Update: 2024-04-19 03:39 GMT

હાલ લોકસભા ચૂંટણીને ધ્યાને લઇ નેત્રંગ પોલીસ મોવી ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગમાં હતી તે દરમ્યાન બંધબોડીનો ટેમ્પો આવતા તેને રોકી ડ્રાઈવરને ટેમ્પાના કાગળો અને તેની ઓળખ ના પુરાવા માંગતા કોઈ યોગ્ય જવાબ પોલિસ ને ના મળતા ટેમ્પા ની તલાશી લેતા તેમાં પાન મસાલા અને ઝરદાના પાર્સલ ભરેલા હતા તે શંકાસ્પદ માલના બીલ માંગતા ડ્રાઈવર ઉમેશ પાલે સંતોષકારક જવાબ ન આપતા પોલીસને ટેમ્પામાંના પાન મસાલા અને ઝરડાનો માલ કોઈ સાથે છળકપટ કે ચોરીનો માલ હોવાની શંકા જતા ૭૧ લાખના માલ અને ટેમ્પા તથા મોબાઇલના મુદ્દામાલ સહિત ૮૧,૧૪.૮૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની વધુ કાર્યવાહી નેત્રંગ પોલીસે હાથ ધરી છે.

Tags:    

Similar News