ભરૂચ : વિશ્વની સૌથી મોટી વ્હેલ શાર્ક માછલીને રોટરી ક્લબ ખાતે પ્રદર્શન અર્થે મુકાય...

ડિસ્કવરી સહિત નેશનલ જિયોગ્રાફી ચેનલ ઉપર જોવા મળતો વિશ્વનો સૌથી મહાકાય જીવ વ્હેલ શાર્ક માછલી આપણને હવે ભરૂચમાં જોવા મળી છે.

Update: 2022-06-11 09:17 GMT

ડિસ્કવરી સહિત નેશનલ જિયોગ્રાફી ચેનલ ઉપર જોવા મળતો વિશ્વનો સૌથી મહાકાય જીવ વ્હેલ શાર્ક માછલી આપણને હવે ભરૂચમાં જોવા મળી છે. શહેરના સ્ટેશન રોડ સ્થિત રોટરી ક્લબ ખાતે મહાસાગર બચાવો અભિયાન અંતર્ગત ૩૦ ફૂટ લાંબી શાર્ક માછલીને પ્રદર્શન અર્થે મુકવામાં આવી છે.

તા. 8મી જૂનના રોજ વિશ્વ સમુદ્ર દિવસ અંતર્ગત ભરૂચની આનંદ નિકેતન સ્કૂલ કેમ્પસ, વન વિભાગ, રોટરી ક્લબ, સી-સ્કેપ્સ, વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા તથા ટાટા કેમીકલના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ બચાવો, સમુદ્ર બચાવોના શ્રેષ્ઠ વિચાર તેમજ વિશ્વના સારા ભવિષ્યના નિર્માણ હેતુ એક અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, ત્યારે વિશ્વની સૌથી મોટી વ્હેલ શાર્ક થકી મહાસાગર બચાવોના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. એટલું જ નહીં, રોટરી ક્લબ ખાતે શાર્ક માછલી સહિત પોસ્ટર ફોલ્ડિંગ કલા, રંગોળી, ટેટુ, વિવિધ રમતો, સેલ્ફી કોર્નર, સ્લાઈડ શો, પોસ્ટર્સ સહિત સ્લોગન દ્વારા લોકોમાં ભારે આકર્ષણ જામ્યું હતું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના ઉપદંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા કલેકટર તુષાર સુમેરા, રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ ડો. વિક્રમ પ્રેમકુમાર, ફારૂખા બલોચ, આનંદ નિકેતન સ્કૂલના આચાર્ય રામજી સર સહિતના આમંત્રિતોની ઉપસ્થિતીમાં કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

Tags:    

Similar News