ભરૂચ : મંગણાદ ગામે સ્મશાન ચોફેર ઢાઢર નદીના પાણી ભરાતા રોડની સાઈડમાં જ વૃદ્ધના અંતિમ સંસ્કાર કરવા પડ્યા

સમગ્ર ગુજરાત સહિત ભરૂચ જીલ્લામાં વરસેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. તો કેટલાક ગામો સંપર્ક વિહોણા થયા હતા.

Update: 2022-07-16 09:56 GMT

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મંગણાદ ગામ નજીક ઢાઢર નદીના પાણી ફરી વળતાં ગ્રામજનો રસ્તામાં જ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટે મજબૂર બન્યા હતા.

સમગ્ર ગુજરાત સહિત ભરૂચ જીલ્લામાં વરસેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. તો કેટલાક ગામો સંપર્ક વિહોણા થયા હતા. જંબુસર તાલુકાના મંગણાદ ગામ નજીકથી પસાર થતી ઢાઢર નદી પણ નવા નીરની આવક સાથે ગાંડીતૂર થઈ હતી. જોકે, પુરથી પ્રભાવિત એવા મગણાદ ગામે ઢાઢર નદીની સપાટી 100.5 પહોચતા નીચાણવાળા વિસ્તાર સહિત ગામના સ્મશાનની ચોફેર પાણી ફરી વળ્યા હતા. આ દરમ્યાન ગામના એક વૃદ્ધનું અવસાન થતા તેઓના અંતિમ સંસ્કાર માટે સ્મશાન જવાય તેવો કોઈ માર્ગ ખુલ્લો ન હતો. જેથી ભરૂચ-જંબુસર મુખ્ય માર્ગ પર રોડની બાજુમાં જ લાકડા ગોઠવી મૃતદેહનાના અંતિમ સંસ્કાર કરવા માટે સ્વજનો મજબૂર બન્યા હતા.

Tags:    

Similar News