ભરૂચ:કંથારીયા ગામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત થયેલ ફરિયાદ રદ્દ કરવાની ગ્રામજનોની માંગ

ભરૂચ તાલુકાના કંથારીયા ગામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત થયેલ ફરિયાદને રદ્દ કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

Update: 2021-08-23 12:03 GMT

ભરૂચ તાલુકાના કંથારીયા ગામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત થયેલ ફરિયાદને રદ્દ કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ભરૂચ કંથારીયાના ગ્રામજનો એ જિલ્લા કલેક્ટર ને પાઠવેલ આવેદનપત્ર માં જણાવ્યું છે કે કંથારિયા ગામે જંબુસર રોડની બાજુમાં ગામના નવયુવાન મિત્રો અને દેશ-વિદેશમાં વસતા સખીદાતાઓના સહકારથી ગંદકીનું સામ્રાજ્ય દૂર કરી ભારત સરકારનું સ્વપ્ન કે જે સ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત કોઇ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર કંથારિયા ગામે કોમ્યુનિટી ગાર્ડન,ડ્રીમ પાર્ક તેમજ સાર્વજનિક પીવાના પાણીની પરબનું નિર્માણ કર્યું છે જેના સંદર્ભે કંથારિયા ગ્રામ પંચાયતના માજી સરપંચ ઐયુબ આદમ શેઠે ઘી ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ ૨૦૨૦ હેઠળ નોંઘાવેલ ફરિયાદ રદ કરી દફતરે કરવાની માગણી કરવામાં આવી છે.આ કોઈની માલિકીની જગ્યા નથી તેમજ રેલવેની મંજૂરી લઈ કામગીરી કરવામાં આવી છે અને જ્યારે પણ પરત જોઈએ તો આપવાની ખાતરી સ્ટેમ્પ પેપર પર આપવામાં આવી છે.કંથારિયાના યુવાનોએ ગામ માટે સારું કામ કર્યું હોવાનું જણાવી રહ્યા છે ત્યારે આ અંગે તપાસ કરી જિલ્લા કલેકટર દ્વારા યોગ્ય નિર્ણય કરવામાં આવે તે જરૂરી છે.

Tags:    

Similar News