ભરૂચ : “તું ઈંટના ભઠ્ઠા પર મજૂરી કરવા કેમ નથી આવતો” કહી જંબુસરના ડાભા ગામે શ્રમિક દંપતી પર હુમલો…

જંબુસર તાલુકાના ડાભા ગામની નવી નગરીમાં રહેતા શ્રમિક દંપતી ઉપર ઈંટના ભઠ્ઠાના વેપારીએ હુમલો કરતા મામલો ગરમાયો હતો.

Update: 2023-06-10 11:54 GMT

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ડાભા ગામની નવી નગરીમાં રહેતા શ્રમિક દંપતી ઉપર ઈંટના ભઠ્ઠાના વેપારીએ હુમલો કરતા મામલો ગરમાયો હતો.

મળતી માહિતી અનુસાર, ભરૂચના જંબુસર તાલુકાના ડાભા ગામની નવી નગરીમાં રહેતા વ્યક્તિ ગતરોજ સાંજે સત્તારભાઈના તબેલા નજીક તેઓના પશુ લેવા ગયા હતા. તે દરમિયાન ગામના જ અન્ય એક ઇસમે ત્યાં ધસી આવી “તું મારા ઈંટના ભઠ્ઠા પર મજુરી કરવા કેમ નહીં આવતો” કહી માથાકૂટ કરી લાકડાના સપાટા મારવા લાગ્યો હતો. જોકે, બુમરાણ મચતા નજીકના ભઠ્ઠા પર રહેલ ઇજાગ્રસ્તની પત્ની ત્યાં દોડી આવી હતી. જે વચ્ચે પડતાં તેને પણ માથામાં લોખંડની દાંતી મારી તેને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે જંબુસરની હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવી હતી. જોકે, મારામારી અંગે જંબુસર વેડચ પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

Tags:    

Similar News