ભરૂચ : ગૌચર બચાવોના નારા સાથે પશુપાલકોએ કલેક્ટર કચેરીને ગજવી મૂકી…

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે સર્વે નંબર 95 અને 96 ગૌચરની જમીન આવેલી છે.

Update: 2022-06-13 12:49 GMT

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે સર્વે નંબર 95 અને 96 ગૌચરની જમીન આવેલી છે. આ જમીનમાં છેલ્લા ઘણા સમયથી વૃક્ષારોપણ કરવા સાથે ફરતે ફેન્સીંગ કરવામાં આવતી હોવાના કારણે સ્થાનિક પશુપાલકોની રોજગારી અને પશુઓ માટેની ગૌચર છીનવાય તેવા આક્ષેપ સાથે પશુપાલકો પશુ સાથે ભરૂચ કલેકટર કચેરી ખાતે દોડી આવ્યા હતા, જ્યાં "ગૌચર બચાવો, જીવન બચાવો" અને "પશુપાલક બચાવો"ના નારા સાથે ભરૂચ કલેક્ટર કચેરી ગજવી મૂકી હતી. અંદાડા ગામના પશુપાલકો તથા આહિર સમાજના આગેવાનો અને હોદ્દેદારોએ પશુપાલકોની ગૌચરની જમીન ઉપર વૃક્ષારોપણ અને ફેન્સીંગને લઈને ભરૂચ કલેકટરને ઉગ્ર રજૂઆત કરી હતી. જો અંદાડા ગામે ગૌચર જમીન ઉપર કબજો જમાવવામાં આવશે તો પશુપાલકો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે.

Tags:    

Similar News