ભરૂચ : ઝઘડીયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે યુવા નેતા ધનરાજ વસાવાની નિમણૂંક કરાય...

ધનરાજ વસાવાને તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી

Update: 2023-08-19 13:11 GMT

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ અને યુવા નેતા ધનરાજ વસાવાની નિમણૂંક કરવામાં આવી છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિની બોડીમાં ફેરફાર કરવામાં આવ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ અને યુવા નેતા ધનરાજ વસાવાની ઝઘડીયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે નિમણૂંક કરી વધુ એક જવાબદારી સોંપવામાં આવી છે. જે બદલ ધનરાજ વસાવાએ જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને સાથી કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો.

જોકે, વધુ એક જવાબદારી સાથે ઝઘડીયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે નિમણૂંક કરાતા ધનરાજ વસાવાને તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. તાલુકા પ્રમુખ તરીકે નિયુક્તિ થતા તેઓના સમર્થકોમાં હર્ષની લાગણી ફેલાવવા પામી હતી. વધુમાં નવનિયુક્ત ઝઘડીયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધનરાજ વસાવા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આવનારા દિવસોમાં સંગઠનને મજબૂત બનાવવાના પ્રયત્ન કરવામાં આવશે

Tags:    

Similar News