ભરુચ જિલ્લાની 5 બેઠકના ઉમેદવારોની પસંદગી માટે કૉંગ્રેસની કવાયત..

Update: 2022-09-24 16:04 GMT

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસની તૈયારી

વિધાનસભા બેઠકના ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાય

કોંગ્રેસ સમિતિ દક્ષીણ ઝોનના નીરીક્ષક કે. સંદીપની ઉપસ્થિતિ

આગામી ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી જંગની તૈયારીઓ તમામ રાજકીય પક્ષોએ વેગીલી બનાવી છે, ત્યારે કૉંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોની પસંદગી માટે મંથન હાથ ધરાયું છે. જેના ભાગરૂપે ભરૂચના ઝાડેશ્વર સરકીટ હાઉસ ખાતે ઓલ ઇન્ડીયા કોંગ્રેસ સમિતિ દક્ષીણ ઝોનના નીરીક્ષક કે. સંદીપની ઉપસ્થિતિમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટેના ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેના પગલે જિલ્લાની 5 બેઠકો માટે ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારોનો જમાવડો સર્કિટ હાઉસ ખાતે જોવા મળતો હતો. જેઓને એક બાદ એક સાંભળવામાં આવ્યા હતા. જોકે, ભરૂચ જિલ્લાની 5 બેઠક માટે આશરે 100 જેટલાં કોંગીજનોએ ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી હોવાનું જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણાએ જણાવ્યું હતું.

જોકે, ભરૂચ જિલ્લા વિધાનસભાની 5 બેઠક પૈકી જંબુસર બેઠક કોંગ્રેસ પાસે છે, ત્યારે તે બેઠકને જાળવવા સાથે અન્ય બેઠકો પર પણ વિજયી થવા કોંગ્રેસે કમર કસી છે. તો ચૂંટણી જંગમાં ઉતરવા થનગનતા કોંગી અગ્રણીઓની સંખ્યા જોતા તેમાંથી યોગ્ય ઉમેદવાર પસંદ કરવાનું કામ કોંગ્રેસના મોવડી મંડળ માટે પડકારજનક જણાઈ રહ્યું છે.

Tags:    

Similar News