ભરૂચ વિધાનસભા ક્ષેત્રના “ચૂંટણી કાર્યાલય”નું ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના હસ્તે ઉદઘાટન કરાયું...

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના વરદહસ્તે ભરૂચ વિધાનસભા ક્ષેત્રના ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

Update: 2024-04-22 04:19 GMT

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના વરદહસ્તે ભરૂચ વિધાનસભા ક્ષેત્રના ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા સંપન્ન થતાં હવે ચૂંટણી પ્રચાર કાર્ય વેગ પકડી રહ્યું છે, ત્યારે ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના હસ્તે ભરૂચ વિધાનસભા ક્ષેત્રના ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટ સામે આવેલ શીલ્પી સીગ્નેચર કોમ્પલેક્ષ ખાતે ભાજપના ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાને ભવ્ય અને જંગી મતોથી જિતાડવા ભાજપના સૌકોઈ આગેવાનો અને કાર્યકરો પ્રારંભ કરાયેલ કાર્યલય ખાતે ચૂંટણીલક્ષી બેઠકો યોજી ખભેથી ખભો મિલાવી કામગીરીમાં લાગી ગયા છે. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિત ભાજપના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યાલય ઉદઘાટન બાદ ભરૂચના વોર્ડ નં. 4માં ચૂંટણી પ્રચારની ફેરણી કરી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Tags:    

Similar News