ભરૂચ-અંકલેશ્વરને જોડતાં જુના નેશનલ હાઇવે પર ધમધમતી થઈ પોંકની હાટડીઓ...

ભરૂચ જિલ્લામાં ખાબકેલા કમોસમી વરસાદના પગલે વર્ષોથી પરંપરાગત વાણીની ખેતી કરતાં ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.

Update: 2023-12-02 10:57 GMT

શિયાળાની ફુલગુલાબી ઠંડીનો પ્રારંભ થઇ ચુકયો છે, ત્યારે ભરૂચ અને અંકલેશ્વરને જોડતાં જુના નેશનલ હાઇવે પર શિયાળામાં લોકોના આરોગ્ય માટે ઉત્તમ એવા પોંકની છાપરા પાટિયાથી લઈ ગડખોલ પાટિયાથી સુધી હાટડીઓ જોવા મળી રહી છે.

ભરૂચ જિલ્લામાં ખાબકેલા કમોસમી વરસાદના પગલે વર્ષોથી પરંપરાગત વાણીની ખેતી કરતાં ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. જે બાદ ઉઘાડ નીકળતા જ વાણીની ખેતી કરતાં ખેડૂતોના માથેથી ચિંતાનું મોજું દૂર થયું છે. તેવામાં હાલ નવેમ્બર માસ પૂર્ણ થવાની સાથે નવેમ્બરથી માર્ચ આમ 5 મહિના સુધી કેટલાક ખેડૂતો પોંકનું વેચાણ કરતાં હોય છે. તેવામાં ભરૂચના જૂના નેશનલ હાઇવે પર ગોલ્ડન બ્રિજ પોલીસ ચોકીથી થોડે દૂરથી ગડખોલ પાટિયા સુધીમાં પોંકના વેચાણની હાટડીઓ ધમધમતી થઈ છે. ગત વર્ષે 600 રૂપિયે કિલો વેચાતા પોંકનો ભાવ ચાલુ વર્ષે પણ 600 રૂપિયે કિલો યથવાત્ત રહ્યો છે. સ્વાસ્થ્ય પ્રેમીઓ પણ હોસે હોસે પોતાના સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવમાં આવતા પોંકની ખરીદી કરી ચટપટી સેવ સાથે તેની લિજ્જત માણી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં લોકોને એકસાથે 3 ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જેથી તાજેતરમાં પોકના વેચાણમાં ઘરાકી ઓછી જોવા મળતી હોવાનું પોંકના વેપારીઓ જણાવી રહ્યા છે.

Tags:    

Similar News