વડોદરા : શહીદ પોલીસજવાનોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયાં, જુઓ પોલીસ કમિશ્નરે શું કરી જાહેરાત

Update: 2021-10-21 10:45 GMT

વડોદરામાં ચાલુ ફરજ દરમિયાન મૃત્યુ પામેલાં પોલીસ અધિકારીઓ તથા જવાનોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયાં.. શહીદોના વતનમાં આવેલી શાળાઓ તથા રસ્તાઓને શહીદોનું નામ આપવાની દિશામાં પ્રયાસો કરાશે તેવી જાહેરાત પોલીસ કમિશ્નરે કરી છે....

વડોદરા પોલીસ વિભાગના ઉપક્રમે શહેરના પ્રતાપ નગર પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે સંભારણા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે 21મી ઓકટોબરના રોજ પોલીસ સંભારણા દિવસ મનાવવામાં આવે છે. પોલીસ કમિશનર ડૉ. સમશેરસિંગ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતાં. આ પ્રસંગે સૌ પ્રથમ દેશના શહીદ જવાનો તેમજ શહેર પોલીસમાં ફરજ બજાવતા અને ફરજ દરમિયાન મૃત્યુ પામેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. પોલીસ કમિશ્નરના હસ્તે શહીદોના પરિવારજનોને મોમેન્ટો એનાયત કરાયાં હતાં. પોલીસ કમિશ્નર ડૉ. શમશેરસિંઘે જણાવ્યું હતું કે, શહીદોના વતનમાં આવેલી શાળાઓમાં પ્રદર્શન યોજવામાં આવશે તથા શાળા અને રસ્તાને શહીદનું નામકરણ થાય તેવા પ્રયાસો કરવામાં આવશે.

Tags:    

Similar News