બંગાળની ચૂંટણી પહેલા મમતાને મોટો ઝટકો; TMCના સાંસદ દિનેશ ત્રિવેદીએ રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું

Update: 2021-02-12 09:45 GMT

બંગાળમાં ચૂંટણી પૂર્વે મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ને વધુ એક મોટો ઝટકો મળ્યો છે. ટીએમસીના સાંસદ દિનેશ ત્રિવેદીએ રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું છે. દિનેશ ત્રિવેદીએ આજે ​​રાજ્યસભામાં ભાષણ દરમિયાન રાજીનામું આપવાની ઘોષણા કરી હતી. માનવામાં આવે છે કે દિનેશ ત્રિવેદી હવે ભાજપમાં જોડાઇ શકે છે.

રાજીનામાની ઘોષણા કરતા દિનેશ ત્રિવેદીએ કહ્યું કે, 'બંગાળમાં જે રીતે હિંસા થઈ રહી છે, હું અહીં બેસીને ખૂબ જ અજીબોગરીબ અનુભવું છું. હું એ જોઈ શકતો નથી, કરીએ તો શું કરીએ અમે એક જગ્યાએ સીમિત છીએ. પાર્ટીના પણ કેટલાક નિયમો છે. તેથી જ હું પણ ગૂંગળામણ અનુભવું છું. ત્યાં અત્યાચાર થઈ રહ્યા છે. તેથી આજે મારા આત્માનો અવાજ કહી રહ્યો છે કે જો અહીં બેસી રહું અને કંઇ ન બોલુ તેના કરતાં સારું છે હું રાજીનામું આપી દઉં, હું અહીં જાહેર કરું છું કે હું રાજ્યસભામાંથી રાજીનામું આપી રહ્યો છું.’

સુત્રોથી મળતી મહીતે અનુસાર, દિનેશ ત્રિવેદી છેલ્લા એક મહિનાથી સતત ભાજપના સંપર્કમાં હતા. અત્યારે અમિત શાહની બંગાળ મુલાકાત દરમિયાન તેમની પાર્ટીના ટોચના નેતાઓ સાથે વાટાઘાટો થઈ હતી. આ પછી નિર્ણય લેવામાં આવ્યો કે તેઓ ટીએમસીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાશે. દિનેશ ત્રિવેદીની રાજ્યસભાની મુદત સપ્ટેમ્બર 2020માં જ શરૂ થઈ છે. જો તે હમણાં ટીએમસીમાંથી રાજીનામું આપે છે, તો વિધાનસભાની ચૂંટણીઓ બાદ પણ તેમની પેટા-ચૂંટણીઓ થશે. ભાજપ અને દિનેશ ત્રિવેદીનું માનવું છે કે બંગાળમાં ભાજપ સરકાર આવ્યા પછી તેઓ ફરીથી રાજ્યસભામાં આવશે. તેમ છતાં વિધાનસભાની ચૂંટણી લડવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, પરંતુ તે ચૂંટણી લડશે કે ફરીથી રાજ્યસભામાં આવશે કે કેમ તે સ્પષ્ટ નથી. પરંતુ નિર્ણય લેવામાં આવ્યો છે કે તે હવે ટીએમસી છોડશે અને થોડા દિવસોમાં ભાજપમાં જોડાશે.

આ પણ વાંચો - અનુરાગ ઠાકોરનો કોંગ્રેસ નેતાઓને ખુલ્લો પડકાર, જાણો રાજ્યસભામાં શું કહ્યું?

Tags:    

Similar News