સુરેન્દ્રનગર : પ્રજ્ઞાચક્ષુઓ માટે બ્રેઇન લિપિના શોધક લુઇસ બ્રેઇનની આજે જન્મજયંતિ

Update: 2020-01-04 11:02 GMT

પ્રજ્ઞાચક્ષુઓ સરળતાથી વાર્તાલાપ કરી શકે તે માટે બ્રેઇન લિપિનો ઉપયોગ કરવામાં આવે છે. આજે બ્રેઇન લિપિના શોધક લુઇસ બ્રેઇનની જન્મજયંતિ છે ત્યારે સુરેન્દ્રનગરની પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ ખાતે 600થી વધારે પ્રજ્ઞાચક્ષુઓને તાલીમ આપવામાં આવી રહી છે.

અંધાપા સહિતની શારીરીક ખામીઓ અભિશાપ નથી હોતી પણ તમારી ધગશ અને હિમંત તેને પ્રેરણામાં પલટી શકે છે. આવી જ કઇ સુરેન્દ્રનગરની પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજમાં જોવા મળી રહયું છે. સંસ્થામાં પ્રજ્ઞાચક્ષુઓના પુનર્વસનનું કાર્ય કરવામાં આવે છે. આ સંસ્થામાં અંદાજે 600 જેટલા પ્રજ્ઞાચક્ષુઓને સંગીત, અક્ષર સહિતના જ્ઞાનની તાલીમ આપવામાં આવી રહી છે.

સંસ્થાના સંચાલિકા મુક્તાબેન ડગલીએ જણાવ્યું હતું કે લુઈસ બ્રેઈનનો જન્મ ફ્રાન્સમાં ૧૮૦૯ની સાલમાં થયો હતો, તેઓ જ્યારે ૨૩ વર્ષના હતા ત્યારે તેમની આંખો ગુમાવી દીધી હતી, તે સમયમાં ચાલતી અન્ય શાળાઓમાં ૧૨ ટપકાની લિપિનો ઉપયોગ થતો હતો, જે પ્રજ્ઞાચક્ષુઓને વાંચવા લખવા માટે ઘણી તકલીફ પડતી હતી, આથી તેમણે ૬ ટપકાવાળી લિપિની શોધ હતી. આ લિપિથી પ્રજ્ઞાચક્ષુઓને તાલીમ આપવાનું સરળ બનાવતા વિશ્વવિખ્યાત લિપી બની ગઈ છે.

Similar News