કેન્દ્ર સરકારની જાહેરાત: સ્ટાર્ટઅપ્સ માટે 20 ટકા મર્યાદિત હિસ્સાનું નવું ઇક્વિટી ફંડ બનાવવામાં આવશે

કેન્દ્ર સરકાર ઉદ્યોગસાહસિકોને વધારાની મૂડી સહાય પૂરી પાડવા માટે 20 ટકાના મર્યાદિત હિસ્સા સાથે સ્ટાર્ટ-અપ્સ માટે નવું ઇક્વિટી ફંડ બનાવશે.

Update: 2022-02-20 07:32 GMT

કેન્દ્ર સરકાર ઉદ્યોગસાહસિકોને વધારાની મૂડી સહાય પૂરી પાડવા માટે 20 ટકાના મર્યાદિત હિસ્સા સાથે સ્ટાર્ટ-અપ્સ માટે નવું ઇક્વિટી ફંડ બનાવશે.

કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે શનિવારે કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલ આ ફંડનું સંચાલન ખાનગી ફંડ મેનેજર કરશે. CIIના એક કાર્યક્રમમાં ચંદ્રશેખરે કહ્યું કે, નાણામંત્રી નિર્મલા સીતારમણે આ અંગે જાહેરાત કરી દીધી છે. આ ફંડ હાલના ફંડમાંથી સ્ટાર્ટઅપ માટે વધારાની ખાનગી ઈક્વિટી મૂડી બનાવશે. આ ફંડનો ઉપયોગ સ્ટાર્ટઅપ્સને ખાસ કરીને ક્લાઈમેટ એક્ટિવિટી, ડીપ ટેક, ડિજિટલ ઈકોનોમી, ફાર્મા અને એગ્રી ટેક સેક્ટરમાં નાણાકીય સહાય પૂરી પાડવા માટે કરવામાં આવશે. સરકારે સ્ટાર્ટઅપ ઈન્ડિયા સીડ ફંડ સ્કીમ જેવા ફંડની શરૂઆત કરી દીધી છે. તેમાંથી 945 કરોડ રૂપિયા સ્ટાર્ટઅપ માટે આપવામાં આવ્યા છે. કર્ણાટક, ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત અને રાજસ્થાન જેવા કેટલાક રાજ્યોએ પણ આવા ફંડ શરૂ કર્યા છે.

Tags:    

Similar News