સતત ત્રીજા દિવસે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારા સાથે જ CNGના ભાવમાં પણ થયો વધારો, જાણો વિગતો

Update: 2021-10-02 04:15 GMT

પેટ્રોલ ડિઝલમાં સતત ત્રીજા દિવસે ભાવ વધારો થયાવત રહ્યો છે. પેટ્રોલમાં આજે પણ પ્રતિ લિટરે 24 પૈસાનો વધારો થયો છે. તો ડીઝલમાં પણ આજે પ્રતિ લિટરે 33 પૈસાનો વધારો થયો છે. નવા ભાવ વધારા સાથે રાજ્યના આઠ મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના પ્રતિ લિટરે ભાવ 100 રૂપિયા નજીક પહોંચી ગયા છે. તો દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત હવે ઓલટાઈમ હાઈ સપાટી પર પહોંચી ગઈ છે. પેટ્રોલ ડિઝલ બાદ હવે CNGમાં ભાવ વધારો ઝીંકાયો છે. CNG ગેસમાં 2.56 રુપિયાનો વધારો થયો છે. CNG ગેસનો જૂનો ભાવ 56.30 રુપિયા હતો, જ્યારે નવો ભાવ 58:86 રુપિયા છે. રૂ. 2.56નો ભાવ વધારો આજથી લાગુ કરાયો છે.

રાજ્યના આઠ મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.93 રૂપિયા પર પહોંચી ગઈ છે. તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 97.46 રૂપિયા પર પહોંચી છે.

તો ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત 99.15 રૂપિયા પર પહોંચી છે. તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 97.67 રૂપિયા પર પહોંચી છે.

રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.69 પર પહોંચી ગઈ છે. તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 97.24 રૂપિયા પર પહોંચી ગઈ છે.

વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.59 રૂપિયા પર પહોંચી ગઈ છે. તો ડિઝલની કિંમત 97.11 રૂપિયા પર પહોંચી ગઈ છે.

જામનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.87 રૂપિયા પર પહોંચી ગઈ છે. તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 97.39 રૂપિયા પર પહોંચી છે.

જૂનાગઢમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 99.60 રૂપિયા પર પહોંચી ગઈ છે. તો ડિઝલની કિમત પ્રતિ લિટરે 98.14 રૂપિયા પર પહોંચી ગઈ છે.

સુરતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.81 રૂપિયા પર પહોંચી ગઈ છે. તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 97.35 રૂપિયા પર પહોંચી ગઈ છે.

ભાવનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.66 રૂપિયા પર પહોંચી ગઈ છે. તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 99.17 રૂપિયા પર પહોંચી છે.

પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે.

પેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

Tags:    

Similar News