શેરબજારમાં આજે સતત બીજા દિવસે તેજી, સેન્સેક્સ 60 હજાર અને નિફ્ટી 18 હજારને પાર

Update: 2022-09-13 05:15 GMT

આજે મંગળવારે સ્થાનિક શેરબજારમાં જોરદાર મોમેન્ટમ સાથે ટ્રેડિંગ શરૂ થયું હતું. આ સાથે બેન્કિંગ શેરોની મજબૂત કામગીરીથી શેરબજારને ટેકો મળ્યો હતો. આજે નિફ્ટીએ પ્રી-ઓપનિંગમાં જ 18,000ને વટાવી દીધું હતું અને 5મી એપ્રિલ 2022 પછીનો આ પહેલો દિવસ છે જ્યારે નિફ્ટીએ પ્રી-ઓપનિંગમાં જ 18,000ને પાર કર્યો છે. નિફ્ટી 109 સેશનમાં 18 હજારની ઉપર જવામાં સફળ રહ્યો છે.આજના કારોબારમાં BSE 30 શેરનો સૂચકાંક સેન્સેક્સ 339 પોઈન્ટના ઉછાળા સાથે 60,454.13 પર ખુલ્યો.

NSEનો 50 શેરનો ઈન્ડેક્સ નિફ્ટી 88.30 પોઈન્ટ વધીને 18,024.65 પર ખુલવામાં સફળ રહ્યો છે. મહત્વનું છે કે, શરૂઆતની મિનિટોમાં સેન્સેક્સ 300 પોઈન્ટથી વધુનો ઉછાળો દર્શાવે છે. આમાં 306.01 પોઈન્ટ એટલે કે 0.51 ટકાના ઉછાળા સાથે 60,421 પર ટ્રેડિંગ થઈ રહ્યું છે. આ સિવાય નિફ્ટીમાં 93 પોઈન્ટ એટલે કે 0.52 ટકાના વધારા બાદ 18029નું લેવલ જોવા મળી રહ્યું છે. આજે માર્કેટ ખૂલતાની સાથે જ નિફ્ટીના 50 શેરોમાંથી 46 શેરોમાં વધારો અને 4 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટીના ઘટતા શેરોમાં સિપ્લા, એચસીએલ ટેક, સન ફાર્મા અને એશિયન પેઈન્ટ્સના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

Tags:    

Similar News