ભારતીય શેરબજારની સપાટ શરૂઆત, પ્રો-ઓપન સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને ઘટ્યા

Update: 2023-06-01 04:36 GMT

મિશ્ર વૈશ્વિક સંકેતોથી ભારતીય શેરબજારની સપાટ શરૂઆત થઈ છે. આજના કારોબાર દરમિયાન કોલ ઈન્ડિયા, લોરસ લેબ સહિત અનેક શેર્સ પર નજર રહેશે.

આજના કારોબારની શરૂઆત પહેલા જ સ્થાનિક શેરબજાર રેડ ઝોનમાં ખુલવાના સંકેત દેખાઈ રહ્યા હતા. સિંગાપોરમાં NSE નિફ્ટી ફ્યુચર્સ SGX નિફ્ટી સવારે ખોટમાં ટ્રેડ થઈ રહ્યો હતો. આ સંકેત આપી રહ્યું હતું કે આજે સ્થાનિક બજાર દબાણ હેઠળ શરૂ થઈ શકે છે. પ્રો-ઓપન સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને ઘટ્યા હતા.

સવારે 09:15 વાગ્યે માર્કેટમાં ટ્રેડિંગ શરૂ થયું ત્યારે બીએસઈનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ લગભગ સ્થિર રહ્યો હતો. સવારે 09:35 વાગ્યે શરૂઆતી કારોબારમાં તે લગભગ 40 પોઈન્ટના વધારા સાથે 62,665 પોઈન્ટની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો. બીજી તરફ, નિફ્ટી લગભગ 20 પોઈન્ટના ઘટાડા બાદ 18,560 પોઈન્ટની નીચે ટ્રેડ કરી રહ્યો હતો. દિવસના કારોબારમાં સ્થાનિક બજારમાં નુકસાનની શક્યતા છે.

Tags:    

Similar News