ફરી એકવાર પેટ્રોલ ડીઝલ મોંઘ થયું ,વાંચો આજના ભાવ

આજે ફરી પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો જોવા મળ્યો છે.આજે પેટ્રોલ 34 પૈસા વધુ મોંઘુ બન્યું છે જ્યારે ડીઝલ પણ 38 પૈસા મોંઘુ થયું છે,

Update: 2021-10-21 05:12 GMT

આજે ફરી પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો જોવા મળ્યો છે.આજે પેટ્રોલ 34 પૈસા વધુ મોંઘુ બન્યું છે જ્યારે ડીઝલ પણ 38 પૈસા મોંઘુ થયું છે, જેથી અમદાવાદ સહિતે રાજ્યના અનેક શહેરોમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર વટાવી ચુક્યા છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 103.39 રૂપિયા તો ડીઝલનો ભાવ 102.68 રૂપિયા પ્રતિ લિટર થયો છે.

જ્યારે પેટ્રોલની કિંમત 103.08 રૂપિયા અને ડીઝલમાં 102.56 રૂપિયા પ્રતિ લિટર તો વડોદરામાં પેટ્રોલ 102.87 રૂપિયા અને ડીઝલ 102.32 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થયું છે. જ્યારે રાજકોટમાં પેટ્રોલનો ભાવ 102.99 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 102.46 રૂપિયા પ્રતિ લિટરે પહોંચ્યો છે. હકીકતમાં સરકારે 30 સપ્ટેમ્બરે નેચરલ ગેસ એટલે કે ડોમેસ્ટિક ગેસની કિંમતમાં 62 ટકાના ધરખમ વધારાની જાહેરાત કરી હતી. ઓક્ટોબર-માર્ચના 6 મહિના (ઓક્ટોબર-2021થી માર્ચ-2022) માટે નેચરલ ગેસની કિંમત વધીને હવે 2.90 ડોલર પ્રતિ મેટ્રિક મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ (એમએમબીટીયુ) થઈ ગઈ છે, જ્યારે એપ્રિલ-સપ્ટેમ્બર, 2021 ના 6 મહિનાના સમયગાળા માટે આ કિંમત પ્રતિ એમએમબીટીયુ 1.79 ડોલર હતી.

Tags:    

Similar News