રતન ટાટાએ આનંદ મહિન્દ્રાને પાછળ છોડી સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા ભારતીય બિઝનેસમેન તરીકે સ્થાન મેળવ્યું

Update: 2023-10-10 16:23 GMT

દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા કે જેઓ દેશના સૌથી પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ તરીકે ઓળખાય છે તેમણે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. રતન ટાટાએ આનંદ મહિન્દ્રાને પાછળ છોડી સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા ભારતીય બિઝનેસમેન તરીકે સ્થાન મેળવ્યું છે. હવે તેમના 12.6 મિલિયન ફોલોઅર્સ છે અને હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2023 મુજબ, રતન ટાટા ભારતમાં બિઝનેસ જગતમાં સૌથી વધુ X ફોલોઅર્સ છે.

360 વન વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2023 અનુસાર, ભારતીય સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા ઉદ્યોગસાહસિક 84 વર્ષીય રતન ટાટા છે અને તેમના પછી આનંદ મહિન્દ્રાનું નામ આવે છે જેમના 10.8 મિલિયન ફોલોઅર્સ છે. હુરુન ઈન્ડિયા અને 360 વન વેલ્થે સંયુક્ત રીતે 360 વન વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2023 પ્રકાશિત કરી છે. ભારતના સૌથી ધનિક લોકોની આ 12મી વાર્ષિક આવૃત્તિ છે.

રતન ટાટાના હાલમાં 12.6 મિલિયન ફોલોઅર્સ છે અને એક વર્ષમાં તેમના ફોલોઅર્સમાં 8 લાખ નેટીઝન્સનો નોંધપાત્ર વધારો થયો છે. રતન ટાટા X (અગાઉનું ટ્વિટર) પર બહુ સક્રિય નથી, પરંતુ કોઈ પણ પોસ્ટ આવતા જ તે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની જાય છે.

રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937ના રોજ ગુજરાતનાં સુરતમાં એક પારસી પરિવારમાં થયો. તેમના પિતાનું નામ નવલ ટાટા અને માતાનું નામ સોનૂ ટાટા હતુ. તેમના પિતાએ બે લગ્ન કર્યા. તેમની સાવકી માતાનું નામ સિમોન ટાટા હતું. નોએલ ટાટા તેમના સાવકા ભાઈ છે. કૉર્નેલ ઓ હાર્વર્ડ વિશ્વ વિદ્યાલયમાં અભ્યાસ કર્યા બાદ તેમણે ટાટા ગ્રુપમાં કામ કરવાનું શરૂ કર્યુ.

Tags:    

Similar News