શેરબજારમાં તેજી , સેન્સેક્સ 300 પોઈન્ટથી વધુ ઉછળ્યો, નિફ્ટી 17400ની પાર

બુધવારે ભારતીય શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 343 પોઈન્ટના વધારા સાથે 58,286 પર ખુલ્યો

Update: 2022-03-30 06:17 GMT

બુધવારે ભારતીય શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 343 પોઈન્ટના વધારા સાથે 58,286 પર ખુલ્યો, જ્યારે NSE નિફ્ટી ઈન્ડેક્સ 90 પોઈન્ટના વધારા સાથે 15,400ની ઉપર ટ્રેડ કરવાનું શરૂ કર્યું.

નિફ્ટી 17,415 ના સ્તર પર ખુલ્યો. આ દરમિયાન BSEના 30માંથી 26 શેરો લીલા નિશાન પર ટ્રેડ થઈ રહ્યા હતા. બજારની શરૂઆતમાં, 1591 શેર્સ લાભમાં ખૂલ્યા હતા, જ્યારે 417માં ઘટાડો જોવા મળ્યો હતો. આ સાથે 77 શેરમાં કોઈ ફેરફાર થયો નથી.

Tags:    

Similar News