આજે શેરબજારમાં ઘટાડા સાથે શરૂઆત, સેન્સેક્સ 125 પોઈન્ટ ડાઉન, નિફ્ટી 18150 નીચે

Update: 2023-01-19 04:04 GMT

અમેરિકામાં નબળા આર્થિક ડેટાને કારણે મંદીનો ડર વધુ ઘેરો બન્યો છે. જેના કારણે અમેરિકાના બજારમાં મંદીની ચાલ જોવા મળી હતી. આ જ ક્રમમાં આજે ભારતીય બજારમાં પણ ઘટાડા સાથે શરૂઆત થઈ છે.

આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 61045.74ની સામે 125.72 પોઈન્ટ ઘટીને 60920.02 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 18165.35ની સામે 45.55 પોઈન્ટ ઘટીને 18119.8 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 42458ની સામે 41.70 પોઈન્ટ ઘટીને 42416.3 પર ખુલ્યો હતો.

18 જાન્યુઆરીએ ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. મેટલ, બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ, એફએમસીજી અને આઇટી શેરોમાં ખરીદીને કારણે BSE સેન્સેક્સ 390 પોઇન્ટ અથવા 0.64% વધીને 61,046 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, NSE નો નિફ્ટી 50 112 પોઈન્ટ અથવા 0.62% વધીને 18,165 પર બંધ થયો હતો

Tags:    

Similar News