માર્ચ મહિનામાં આટલા દિવસ બંધ રહેશે બેંક, ફટાફટ પતાવી લેજો કામ

આવતીકાલથી 2022નો ત્રીજો મહિનો એટલે કે માર્ચ મહિનાની શરૂઆત થઈ રહી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ માર્ચ 2022 મા કેટલા દિવસ બેંક બંધ રહેશે તેનું એક લિસ્ટ જાહેર કર્યું છે.

Update: 2022-02-28 10:24 GMT

આવતીકાલથી 2022નો ત્રીજો મહિનો એટલે કે માર્ચ મહિનાની શરૂઆત થઈ રહી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ માર્ચ 2022 મા કેટલા દિવસ બેંક બંધ રહેશે તેનું એક લિસ્ટ જાહેર કર્યું છે. જો તમે પણ માર્ચ મહિનામાં બેંકને લગતું કોઈ કામ કરવાના હોય તો બ્રાન્ચમાં જતા પહેલા બેંકની રજાઓની યાદી ચોક્કસ તપાસો.

રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદી અનુસાર માર્ચ મહિનામાં બેંકોની કુલ 13 દિવસની રજા રહેશે. જેમાં 4 રજાઓ રવિવારની છે. તેના સિવાય ઘણી રજાઓ પડવાની છે. પરંતુ તેની સાથે એ પણ જાણી લો કે એવી ઘણી રજાઓ છે જે આખા દેશમાં એક સાથે નહીં પડે એટલે કે આખા દેશમાં એક સાથે 13 દિવસ સુધી બેંકો બંધ નહીં રહે. રિઝર્વ બેન્ક ની વેબસાઈટ પર આપવામાં આવેલી રજાઓની યાદી અનુસાર, આ રજાઓ અલગ-અલગ રાજ્યોમાં છે. આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર, રવિવાર સિવાય મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકો બંધ રહે છે

1 માર્ચ: ચંદીગઢ, દેહરાદૂન, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, અમદાવાદ, બેલાપુર, બેંગલુરુ, મુંબઈ, નાગપુર, રાયપુર, રાંચી, ભોપાલ, ભુવનેશ્વર, શ્રીનગર, તિરુવનંતપુરમ, કોચી, લખનૌમાં મહાશિવરાત્રીની રજા રહેશે તો 18 માર્ચ- ચંદીગઢ, દેહરાદૂન, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, અમદાવાદ, બેલાપુર, બેંગલુરુ, મુંબઈ, નાગપુર, રાયપુર, રાંચી, ભોપાલ, ભુવનેશ્વર, શ્રીનગર, તિરુવનંતપુરમ, કોચી, લખનૌમાં હોળીની રજા રહેશે આમ માર્ચ મહિનામાં અનેક દિવસો બેન્ક બંધ રહેશે 

Tags:    

Similar News