તેજી સાથે બંધ થયું શેર બજાર, મજબૂતી તરફ આગળ વધ્યું..!

વૈશ્વિક બજાર માંથી મળતા સંકેતો વચ્ચે આજે ભારતીય બજારમાં પણ તેજીનો માહોલ જોવા મળ્યો. આજે બજાર સવારે લીલા નિશાન સાથે ખુલ્યા

Update: 2022-07-16 05:46 GMT

વૈશ્વિક બજાર માંથી મળતા સંકેતો વચ્ચે આજે ભારતીય બજારમાં પણ તેજીનો માહોલ જોવા મળ્યો. આજે બજાર સવારે લીલા નિશાન સાથે ખુલ્યા અને દિવસભર કારોબાર બાદ લીલા નિશાનમાં જ બંધ થયા. આજે બજાર બંધ થયું ત્યારે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 344.63 અંક એટલે કે 0.65 ટકાની તેજી સાથે 53,760.78 અંક પર બંધ થયો અને નિફ્ટી 116.25 અંક એટલે કે 0.73 ટકાની તેજી સાથે 16,054.90 અંક પર બંધ થયો છે.

બોમ્બે સ્ટોક એક્સચેન્જના સૂચકઆંક સેન્સેક્સમાં ટોપ ગે નર્સ તરીકે HUL, ટાઈટન કંપની, મારુતિ સુઝુકી, લાર્સન, HDFC ના શેર જોવા મળ્યા ત્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના સૂચકઆંક નિફ્ટીમાં ટોપ ફાઈવ ગેઈનર્સ તરીકે TATA Cons.prod, ટાઈટન કંપની, ટાટા મોટર્સ, HUL, આઈશર મોટર્સ શેર જોવા મળ્યા ટોપ લૂઝર્સ માં ટાટા સ્ટીલ, પાવર ગ્રીડ કોર્પોરેશન, HCL ટેક, વિપ્રો, ડો.રેડ્ડીઝ લેબ શેર રહ્યા જ્યારે નિફ્ટીમાં ટાટા સ્ટીલ, પાવર ગ્રીડ કોર્પોરેશન, HCL ટેક, વિપ્રો, જેએસડબલ્યુ સ્ટીલ ના શેર જોવા મળ્યા. તો વૈશ્વિક બજારમાં આજે નબળાઈના સંકેત મળ્યા. અમેરિકન બજારમાં ભારે ઉતાર ચડાવ જોવા મળ્યો. જ્યારે એશિયન માર્કેટમાં હળવી વેચાવલી જોવા મળી રહી છે.


Tags:    

Similar News