રાજયમાં ગણતંત્ર દિવસની ઉજવણી, જુઓ જિલ્લાકક્ષાની ઉજવણીનો માહોલ

Update: 2020-01-26 12:15 GMT

દેશના 71મા પ્રજાસત્તાક પર્વની ગુજરાતમાં ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદનના કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં. દરેક જિલ્લામાં જિલ્લાકક્ષાનો ધ્વજવંદન સમારંભ આયોજીત કરાયો હતો.

ભાવનગર

જીલ્લાના ઘોઘા ખાતે જીલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી મંત્રી જયેશ રાદડિયાની

હાજરીમાં કરાઇ હતી. 

મહેસાણાનો જિલ્લાકક્ષાનો

કાર્યક્રમ ઉંઝાના જીમખાના મેદાનમાં યોજવામાં આવ્યો હતો. જેમાં રાજયના ઉર્જા મંત્રી

સૌરભ પટેલના હસ્તે તિરંગો ફરકાવાયો હતો.

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા ખાતે

જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારંભમાં રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા હાજર

રહયાં હતાં. ઝાલાવાડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ પરેડ તથા અન્ય કાર્યક્રમોનું આયોજન

નગરજનો માટે કરાયું હતું. 

કચ્છના મુન્દ્રાના શાસ્ત્રી

મેદાનમાં જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. કચ્છના

પ્રભારી મંત્રી દિલીપસિંહ ઠાકોરની હાજરીમાં રાષ્ટ્રીય ધ્વજને સલામી અપાઈ હતી.

Tags:    

Similar News