અમદાવાદ : અમદાવાદના સ્વસ્થ વ્યકતિઓ પર થશે કોરોનાની વેકસીનનું ટ્રાયલ, જુઓ શું છે સમગ્ર ઘટના

Update: 2020-10-16 10:14 GMT

કોરોનાની વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે, હૈદરાબાદ ખાતે હાલ કોરોના સામે લડત આપે તેવી રસી કોવેક્સિન-TM નામની રસી વિકસાવાઈ છે. અને હાલમાં એનું ત્રીજા તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે ત્યારે ગુજરાત સરકારે કંપનીને ટ્રાયલ માટે મંજુરી આપી છે.

આ કંપની મોટા પાયે રસીનું પરિક્ષણ કરવા માગતી હોઇ તેણે ગુજરાત સરકારનો સંપર્ક સાધ્યો હતો. સરકાર તરફથી હાલ પાંચ મેડિકલ કોલેજ સંલગ્ન સંસ્થાઓમાં ટ્રાયલ માટેની મંજૂરી અપાઇ છે. આ પરીક્ષણ કોરોના દર્દી નહીં, પરંતુ સ્વસ્થ વ્યક્તિ પર કરવાનું રહેશે. જેના શરીરમાં પહેલાં કોરોના વાઇરસ દાખલ કર્યા બાદ તેના પર રસીની અસરો અંગે ચકાસણી થશે. જેથી પરીક્ષણમાં જનારી વ્યક્તિની મંજૂરી લેવાનું પણ જરૂરી રહેશે. પુરતી ચકાસણી અને વ્યવસ્થા સાથે જ આ પરીક્ષણ થશે.

હાલ કેટલા લોકો પર આ પરીક્ષણ કરવામાં આવશે . જોકે આરોગ્ય વિભાગનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, ત્રીજા ફેઝની આ ટ્રાયલમાં ગુજરાતમાંથી અંદાજે પાંચસોથી એક હજાર લોકો પર પરીક્ષણ કરાઇ શકે છે. જોકે એનો આધાર સંપૂર્ણપણે પરીક્ષણ માટે મળી રહેનારા લોકો પર રહેશે.જે લોકોને પરીક્ષણ માટે પસંદ કરવામાં આવશે તેને સ્વાથ્ય વિભાગની દરેક પ્રકારની પ્રકિયા માંથી પસાર થવું પડશે.

Tags:    

Similar News