અમદાવાદ : કોવેક્સિન ટ્રાયલ માટે પહોંચી સોલા સિવિલ હોસ્પિટલ

Update: 2020-11-25 10:03 GMT

દેશ અને રાજ્યમાં કોરોનાનો હાહાકાર છે ત્યારે આ બધાની વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે. કોરોનાની રસી કોવેક્સીન અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ પહોંચી ગઈ છે.

ગુજરાતના 1 હજાર વોલંટિયર પર ટ્રાયલ માટે કોરોનાની રસી કોવેક્સિન અમદાવાદ આવી ગઈ છે. તે સીધી સોલા સિવિલ હોસ્પિટલ પહોંચી ચૂકી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે. રસીના પરીક્ષણની પ્રક્રિયા માટે સોલા સિવિલ હોસ્પિટલમાં 4 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. જે વેક્સીન અંગે સમીક્ષા કરશે અને ત્યાર બાદ પરીક્ષણની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ કોવેક્સીન ભારત બાયોટેક નામની હૈદરાબાદની કંપનીએ બનાવી છે.

રસીનો ટીકો કર્યા બાદ 1 કલાક સુધી વ્યક્તિને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે અને સફળ થયા બાદ લોકો સુધી પહોંચાડવામાં આવશે. વેક્સીનનું નામ પણ આત્મનિર્ભર વેકસીન રાખવામાં આવ્યું છે. આ રસી કારગર નીવડશે તો ભારત માટે ખૂબ જ સારા સમાચાર સાબિત થશે. દેશમાં 21 રાજ્યોમાં આ વેક્સીનનું ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે.

સોલા સિવિલ હોસ્પિટલમાં કોવેક્સિન માટે એક વિશેષ રૂમ બનાવવામાં આવ્યો છે અને ત્યાં નિયત તાપમાનમાં આ વેક્સીન રાખવામાં આવી છે. વેકસીન માટે એક હાઈ લેવલની મિટિંગ પણ આજે હોસ્પિટલમાં મળી હતી. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ જણાવ્યું હતું કે વેક્સીન માટે તૈયારીઓ કરવામાં આવી છે અને તેના નિરીક્ષણ માટે ચીફ સેક્રેટરીની અધ્યક્ષતામાં એક કમિટી બનવવામાં આવી છે કેન્દ્રં સરકાર અને આરોગ્ય મંત્રાલયના માર્ગદર્શન મુજબ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

Tags:    

Similar News