દાહોદ : સુથારવાસા ગામના યુવાન પાસેથી 16 લાખ રૂા.ની જુની ચલણી નોટો મળી

Update: 2020-09-13 07:18 GMT

દાહોદ જીલ્લામાં નોટબંધી બાદ પણ જુની ચલણી નોટો મળી આવવાનો સિલસિલો યથાવત રહયો છે. સુથારવાસા ગામના એક યુવક પાસેથી ૧૦૦૦ અને ૫૦૦ રૂપિયાની ૧૬ લાખ રૂપિયાની કિમંતની નકલી ચલણી નોટ મળી આવી છે. યુવાનને 16 લાખ રૂા.ની જુની ચલણી નોટોના બદલે 9 લાખ રૂપિયાની નવી નોટોની લાલચ આપી પોલીસે યુવાનને આબાદ ઝડપી પાડયો હતો.

ઝાલોદ તાલુકાના સુથારવાસા ગામે આજે દાહોદ એલસીબી પોલીસે છટકું ગોઠવ્યું હતું જેમાં પોલીસે ડમી ગ્રાહક ઉભો કરી સુથારવાસા ગામના મુકેશ સુરસીંગ બારીયા નામના વ્યક્તિ પાસે ૧૬ લાખ રૂપિયાની કિમંતની જુની ચલણી નોટો કબજે લેવામાં આવી છે. પોલીસે મોકલેલા ડમી ગ્રાહક અને મુકેશ બારીયા વચ્ચે 16 લાખ રૂપિયાની જુની નોટોના બદલામાં 9 લાખ રૂપિયાની નવી નોટો આપવાની ડીલ થઇ હતી. મુકેશ બારીયા અને તેનો સાગરિત જુની નોટોના બદલામાં નવી નોટો લેવા આવતાં પોલીસ ત્રાટકી હતી. જેમાં મુકેશ બારીયા ઝડપાય ગયો હતો જયારે તેનો સાગરિત ફરાર થઇ ગયો હતો. આરોપી પાસેથી જુના દરની બંધ થયેલી ચલણી નોટો ૧૦૦૦ રૂપિયાના દરની કુલ ૧૦૦૦  જયારે ૫૦૦ રૂપિયાના દરની કુલ ૧૨૦૦ નોટો મળી આવી છેેે. પોલીસે ફરાર થઇ ગયેલા ભરત નામના યુવાનની શોધખોળ આદરી છે. 

Tags:    

Similar News