કોરોના વાયરસને ડામવા DCGIએ ઈમરજન્સી ઉપયોગ માટે સીરમ ઈન્સ્ટ્રિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેકની વેક્સિનને મંજૂરી આપી

Update: 2021-01-03 06:41 GMT

બે વેક્સિનને એક સાથે મંજૂરી આપનાર ભારત પ્રથમ દેશ

ભારતમાં કોરોના વાયરસને નસ્ત નાબૂદ કરવાનું શસ્ત્રરૂપી વેક્સિન મળી ગઇ છે જેમાં DCGIએ આજે એલાન કર્યું કે ભારતમાં કોરોના વાયરસની બે વેક્સિનને મંજૂરી આપી દેવામાં આવી છે. નોંધનીય છે કે આ પહેલા પહેલી જાન્યુઆરીએ કોવિશિલ્ડ અને બીજી તારીખે બાયોટેકની વેક્સિનને સ્વાસ્થ્ય મંત્રાલયની સંસ્થા દ્વારા મંજૂરી આપવામાં આવી હતી જેને હવે સર્વોચ્ચ સંસ્થાએ પણ કોરોના વેક્સિનને મંજૂરી આપી દીધી છે. DCGIએ કહ્યું કે બંને વેક્સિન સંપૂર્ણપણે સુરક્ષિત છે આ તેનો ઉપયોગ ઇમરજન્સી સ્થિતિમાં કરવામાં આવશે. આ બંને વેક્સિનમાં બે બે ડોઝ આપવામાં આવશે.

Full View

નોંધનીય છે કે આ બંને વેક્સિનને 2થી 8 ડિગ્રી તાપમાનમાં સુરક્ષિત રાખી શકાશે અને તેનો સાર્વજનિક ઉપયોગ કરી શકાશે. DCGIએ આ પહેલા કોરોના વાયરસની વેક્સિન પર સમીક્ષા અને તેના આંકડાઓનું અધ્યયન કર્યું હતું અને તે બાદ મંજૂરી આપવામાં આવી છે.

નરેન્દ્ર મોદીએ ટ્વિટર માધ્યમથી દેશવાશીઓને પાઠવી શુભકામનાઓ

કોવિશિલ્ડ અને કોવેક્સીનને દેશમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, 'Congratulations India'

https://twitter.com/narendramodi/status/1345607618191007747?s=20

બંને રસી ભારતમાં બની તે ભારતીયો માટે ગર્વની વાતઃ PM નરેન્દ્ર મોદી

https://twitter.com/narendramodi/status/1345607881366728705?s=20

https://twitter.com/narendramodi/status/1345608210200236032?s=20

Tags:    

Similar News