દિલ્હી : કોરોના વાઇરસના પગલે શાળાઓ 31 માર્ચ સુધી રહેશે બંધ

Update: 2020-03-06 03:53 GMT

કોરોના વાયરસનાને રોકવા માટે દેશભરમાં મહત્વપૂર્ણ નિર્ણય

લેવામાં આવી રહ્યા છે. દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદીયાએ દિલ્હીની તમામ

પ્રાથમિક શાળાઓને 31 માર્ચ સુધી

બંધ કરવાનો નિર્ણય લીધો છે. સાથે સાથે દિલ્હી સરકારના ઓફિસોમાં બાયોમેટ્રિક

એટેન્ડન્સ પર પણ રોક લગાવી દેવામાં આવી છે.મનીષ સિસોદિયાએ મીડિયા સાથે વાતચીત કરતા

જણાવ્યું હતું કે, 31 માર્ચ સુધી દિલ્હીની પ્રાથમિક શાળાઓ બંધ રહેશે. એટલે કે પાંચમાં ધોરણ

સુધીના બાળકોની શાળાઓ બંધ રહેશે.

દિલ્હી સરકારનો આ નિર્ણય 6 માર્ચથી (આજથી) લાગુ થશે. જેમાં સરકારી, ખાનગી, એનડીએમસીની તમામ શાળાઓ સામેલ છે.

અમે કોરોના વાયરસને લઈને તમામ શાળાઓને એડવાઈઝરી જાહેર કરી છે.આ

ઉપરાંત દિલ્હી

સરકારે અસ્થાયી રૂપે પોતાની ઓફિસોમાં બાયોમેટ્રિક એટેન્ડન્સ પર પણ પ્રતિબંધ મૂક્યો

છે.

Tags:    

Similar News