દિલ્લી:રાજઘાટ પહોંચી ટ્રમ્પ-મેલેનિયાએ મહાત્મા ગાંધીજીનેશ્રદ્ધાંજલિ પાઠવી, રાજભવનમાં થયું સ્વાગત

Update: 2020-02-25 05:34 GMT

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાતનો આજે બીજો દિવસ છે. ડોનાલ્ડ ટ્રમ્પનું મંગળવારે સવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું, તેઓએ રાજઘાટ પહોંચી બાપુને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.

https://twitter.com/ConnectGujarat/status/1232165807460761600?s=20

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારનું ગુજરાતના અમદાવાદમાં સ્વાગત બાદ હવે રાજદ્વારીનો વારો આવ્યો છે. તેમની મુલાકાતના બીજા અને અંતિમ દિવસે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દિલ્હીમાં છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. આજે રાષ્ટ્રપતિ ભવનમાં અમેરિકન રાષ્ટ્રપતિનું ઔપચારિક રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને રાજઘાટ પહોંચીને શ્રદ્ધાંજલિ આપી હતી.

https://twitter.com/ConnectGujarat/status/1232173802588499969?s=20

Tags:    

Similar News