ભરૂચ: મેઘરાજાના મેળાની તડામાર તૈયારી શરૂ,ભાતીગળ મેળામાં મોટી સંખ્યામા લોકો ઉમટશે

વર્ષોથી ભરાતા મેળાનું સૌથી વધુ મહત્વ ભોઈ સમાજમાં રહેલુ છે. જેમાં નોમના દિવસે છડીનોમ વધુ અગત્યતા ધરાવે છે.

Update: 2023-09-04 11:19 GMT

ભરૂચમાં યોજાતા મેઘરાજાના મેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. સાતમથી દશમ સુધી યોજાતા મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે ભરૂચ શહેરના સોનેરી મહેલ ખાતે શ્રાવણ વદ સાતમથી ભરાતા મેઘરાજા અને છડી ઉત્સવનાના મેળાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શ્રાવણ વદ સાતમથી દસમ સુધી ભરૂચ શહેરમાં પાંચબત્તીથી લઇ સોનેરી મહેલ સુધી મેઘરાજા અને છડી ઉત્સવનો મેળો ભરાય છે.

આ પાંચ દિવસના મેળામાં રાજ્યભરમાંથી મહાલવા લોકો ઉમટી પડે છે. વર્ષોથી ભરાતા મેળાનું સૌથી વધુ મહત્વ ભોઈ સમાજમાં રહેલુ છે. જેમાં નોમના દિવસે છડીનોમ વધુ અગત્યતા ધરાવે છે. આ દિવસે છડીનું પૂજન કરવામાં આવે છે.બાદમાં શહેરમાં શોભાયાત્રા કાઢવામાં આવે છે. ભોઈવાડમાં પ્રતિવર્ષ મેઘરાજાની સ્થાપના કરવામાં આવે છે. ચાલુ વર્ષે મેઘરાજાની પ્રતિમા તૈયાર કરી દેવામાં આવી છે. ઘોઘારાવના દર્શન કરી મેઘરાજાની ભોઈ (જાદવ) સમાજ પૂજા કરી ઉજવણી કરે છે. હાલમાં મેળાની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 

Tags:    

Similar News