ભાવનગર: અઢી લાખ રુદ્રાક્ષમાંથી શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું,ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટ્યા

અઢી લાખ રુદ્રાક્ષમાંથી બનેલી 21 ફૂટ ઊંચી અને 12 ફૂટ પહોળાઈની શિવલિંગની પૂજા અર્ચના એક માસ સુધી ભાવીકભક્તો કરી શકશે.

Update: 2023-08-17 08:16 GMT

પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે ભાવનગરમાં લાખો રુદ્રાક્ષમાંથી શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. પવિત્ર શ્રાવણ માસમાં ભક્તોને ભગવાન શિવની પૂજા અર્ચનાનો લાભ મળે તે હેતુથી મહાશિવલિંગનું નિર્માણ કરાયું છે. શ્રાવણ મહિનાના પ્રથમ દિવસથી રુદ્રાભિષેક કરીને લોકોને પૂજા અર્ચના કરવા માટે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ. રુદ્રાક્ષ એટલે સાક્ષાત શિવ માનવામાં આવે છે ત્યારે અઢી લાખ રુદ્રાક્ષમાંથી બનેલી 21 ફૂટ ઊંચી અને 12 ફૂટ પહોળાઈની શિવલિંગની પૂજા અર્ચના એક માસ સુધી ભાવીકભક્તો કરી શકશે.

Tags:    

Similar News