દેવભૂમિ દ્વારકા: જગત મંદિરે ફુલડોલ ઉત્સવનું આયોજન, મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

ફુલડોલ ઉત્સવને ધ્યાનમાં રાખીને 1500 પોલીસ જવાનો સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત કરવામાં આવ્યા છે, જેથી ભક્તો જગત મંદિરમાં દર્શન કરી શકે.

Update: 2023-03-08 12:15 GMT

યાત્રાધામ દ્વારકામાં દ્વારીકાધીશજીના દર્શનાર્થે લાખો ભાવિકો ઉમટી પડયા છે.દુર દુરથી પગપાળા આવતા ભાવિકોમાં ભગવાન દ્વારીકાધીશજી સંગ ફુલડોલ ઉત્સવ ઉજવવા માટે ભારેથનગનાટ જોવા મળ્યો હતો ભગવાન કાળીયા ઠાકોરના હજારો ભક્તો યાત્રાધામ દ્વારકાના જગત મંદિરે ખાસ આવીને હોળી ફુલડોલ ઉત્સવ ઉજવે છે અને ભગવાન દ્વારકાધીશની પૂજા કરીને હોળી-ફુલડોલ ઉત્સવ ઉજવે છે.

ફુલડોલ ઉત્સવ દરમિયાન ભક્તોને મંદિરમાં પ્રવેશ મળ્યો છે, જેના કારણે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે અને ફુલડોલ ઉત્સવને ધ્યાનમાં રાખીને 1500 પોલીસ જવાનો સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત કરવામાં આવ્યા છે, જેથી ભક્તો જગત મંદિરમાં દર્શન કરી શકે. ફુલડોલ ઉત્સવને લઈને ભક્તો પણ ખૂબ જ ખુશ છે અને ભગવાન સાથે હોળી રમવાનો આનંદ માણી રહ્યા છે

Tags:    

Similar News