રૂપાલમાં આવતીકાલે માતાજીની પલ્લી નીકળશે પણ ભક્તો નહીં કરી શકે આ કામ, જાણો શું નિણર્ય લેવાયો

ગાંધીનગર નજીક રૂપાલમાં પલ્લી મુદ્દે મોટા સમાચાર મળી રહ્યા છે કે ગયા વર્ષની જેમ આ વર્ષે પલ્લી નીકળશે પણ

Update: 2021-10-14 12:48 GMT

ગાંધીનગર નજીક રૂપાલમાં પલ્લી મુદ્દે મોટા સમાચાર મળી રહ્યા છે કે ગયા વર્ષની જેમ આ વર્ષે પલ્લી નીકળશે પણ મેળાનું આયોજન પર રોક લગાવામાં આવી છે. કોરોનાને ધ્યાને લઈ પલ્લીમાં આ વર્ષે ઘીનો ચડાવો નહીં થાય તેવો નિણર્ય લેવામાં આવ્યો છે. આવતીકાલે પલ્લીના આયોજન અગાઉ તંત્ર પણ સક્રિય થયું છે.ગામ બહારના ભક્તોને આવતીકાલે સાંજ બાદ પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આવતીકાલે રાતે 12 વાગ્યા બાદ માતાજીની પલ્લી ગત વર્ષની જેમ સાદગીથી નીકળશે જેમાં કોરોનાની ગાઈડલાઇન સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. ઘી ના બદલે મંદિરમાં દાન આપીને ભક્તો પાવતી મેળવી શકશે.રૂપાલ સ્થિત વરદાયની માતાની પલ્લી પર આશરે રૂ.20 કરોડનું 4 લાખ કિલો ઘી ચડાવવામાં આવતું હતું . આ પલ્લીમાં 5 જ્યોતની પલ્લી રૂપાલના 27 ચકલામાંથી પસાર થઈ હતી. તે તમામ ચકલામાં ઘી ભરવાના પીપડાં અને ટ્રેક્ટરની ટ્રોલીઓ રાખવામાં આવી હતી. વહેલી સવારે શ્રદ્ધાળુઓએ પલ્લી પર ઘીનો અભિષેક કરતાં જેને કારણે સમગ્ર ગામમાં ઘીની નદીઓ વહેતી થઇ હતી.મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવતી હતી. માતાજીની પલ્લીના આશરે દસ લાખથી વધુ લોકો દર્શન કરતાં હતા. પણ કોરોનાકાળને કારણે ગયા વર્ષની જેમ આ વર્ષે પલ્લી નીકળશે, મેળાનું આયોજન નહીં થાય તેમજ ઘી ના બદલે મંદિરમાં દાન આપીને ભક્તો પાવતી મેળવી શકશે.

Tags:    

Similar News