આવતીકાલથી અષાઢ મહિનાની નવરાત્રિ શરૂ, નવ દિવસ સુધી દસ મહાવિદ્યાની પૂજા થશે

ચૈત્ર અને શારદીય નવરાત્રિ સિવાય બે ગુપ્ત નવરાત્રિ હોય છે. તેમાં અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ 30 જૂનથી શરૂ થઈને 9 જુલાઈ સુધી રહેશે.

Update: 2022-06-29 06:39 GMT

ચૈત્ર અને શારદીય નવરાત્રિ સિવાય બે ગુપ્ત નવરાત્રિ હોય છે. તેમાં અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ 30 જૂનથી શરૂ થઈને 9 જુલાઈ સુધી રહેશે. માતા આદિશક્તિની આરાધનાની ચર્ચા જ દુર્ગા સપ્તશતી ગ્રંથથી જ શરૂ થાય છે.

જેમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે કળિયુગમાં આદિશક્તિ અને ગણેશજીની આરાધનાથી જ જીવન સુગમ થશે. માતા પ્રકૃતિ સ્વરૂપા છે. પ્રાકૃતિક વિઘ્નોનો સામનો કરવા માટે માતાની આરાધના થાય છે. દેવી દુર્ગાને શક્તિ કહેવામાં આવે છે. એટલે દરેક વાતાવરણમાં ફેરફારના સમયે શારીરિક બીમારીઓ સામે લડવાની તાકાત માટે નવરાત્રિમાં શક્તિ આરાધનાની પરંપરા બનાવવામાં આવી છે. એટલે ચાર મોટી ઋતુઓ પ્રમાણે ચાર નવરાત્રિની વ્યવસ્થા કરવામાં આવી છે.

Tags:    

Similar News