નવસારી: શહેરમાં ઠેર ઠેર શેરી ગરબાનું આયોજન,યુવાધન હિલ્લોળે ચઢ્યું

જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રિની હાલ ઉજવણી ચાલી રહી છે ત્યારે નવસારીમાં શેરી ગરબાની ધૂમ જોવા મળી

Update: 2021-10-11 06:08 GMT

જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રિની હાલ ઉજવણી ચાલી રહી છે ત્યારે નવસારીમાં શેરી ગરબાની ધૂમ જોવા મળી રહી છે. કોરોના કાળ વચ્ચે હાલ જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે.

સરકાર દ્વારા માત્ર શેરી ગરબાના આયોજનને જ મંજૂરી આપવામાં આવી છે ત્યારે નવસારી શહેરમાં શેરી ગરબાનું આયોજન તો ઘણી જગ્યાઓ પર થયું છે પરંતુ શહેરમાં આવેલા હવેલી મોહલામાં માં શેરી ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અહીં સોસાયટીના યુવાનો મહિલાઓ બાળકો ઉત્સાહપૂર્વક માતાજીની સ્થાપના કરી હતી ગરબે ઘુમી રહ્યા છે. વર્ષો બાદ કમર્શિયલ ગરબાઓ બંધ થતાં ફરી એકવાર શેરીમાં ગરબાની રમઝટ જોવા મળી હતી

Tags:    

Similar News