સાબરકાંઠા: લીંબચ માતાજી મંદિરની સ્થાપનાને 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવની કરવામાં આવી ઉજવણી

લિંબચ માતાજીના મંદિરથી લીંબચ માતાજીની રથયાત્રા કાઢવામાં આવી હતી. ચાર તાલુકામાં 52 ગામમાં પરિભ્રમણ કરવામાં આવશે.

Update: 2022-07-30 10:56 GMT

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં લીંબચ માતાજી મંદિર 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ ઉજવણી કરવામાં આવી હતી. તો આજે રજત જયંતિ ને લઈને અડથમ નાયી કેળવણી મંડળ હિંમતનગર દ્વારા લીંબચ માતાજીનું રથયાત્રા નીકળી હતી. જેમાં બે હજારથી વધુ નાયી સમાજના લોકો લીંબચ માતાજીનું રથયાત્રામાં જોડાયા હતા.

હિંમતનગર શહેરના રામબાગ સોસાયટીમાં આવેલા લિંબચ માતાજી મંદિરના 25 વર્ષ પૂર્ણ થતાં રજત જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આજે માતાજીના મંદિરનો રજત જયંતિ તરીકે ઉજવણીમાં લીંબચ માતાજીનું રથયાત્રા યોજવામાં આવી હતી. લિંબચ માતાજીના મંદિરથી લીંબચ માતાજીની રથયાત્રા કાઢવામાં આવી હતી. ચાર તાલુકામાં 52 ગામમાં પરિભ્રમણ કરવામાં આવશે. લીંબચ માતાજીનું રથયાત્રામાં સમાજના બે હજારથી વધુ લોકો જોડાયા હતા. લીંબચ માતાજીનું રથયાત્રા આજથી લઈને 10 દિવસ સુધી પરિભ્રમણ કરશે.

ત્યાર પછી 10માં દિવસે હિંમતનગરના ગઢોડા ગામમાં લીંબચ માતાજીનું રથયાત્રા પૂર્ણ કરવામાં આવશે ત્યાર પછી હિંમતનગર લિંબચ માતાજીના મંદિરે પૂર્ણ કરશે. તો લીંબચ માતાજીનું રથયાત્રા પાંચ ગામ ફરીને ત્યાં રોકાણ કરશે અને બીજા દિવસે લીંબચ માતાજીનું રથયાત્રા સમાજના લોકો સાથે નીકળશે. માતાજીના રજત જયંતીની અડાથમ નાયી કેળવણી મંડળ હિંમતનગર દ્વારા આયોજન કરવામાં આવી હતી.

Tags:    

Similar News