સુરત : જલારામ જયંતી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સહિત નીકળી ભવ્ય શોભાયાત્રા...

'દેને કો ટુકડા ભલા, લેને કો હરિનામ'નો જીવનમંત્ર આપનાર સંત જલારામ બાપાની 222મી જન્મ જયંતી

Update: 2021-11-11 09:50 GMT

'દેને કો ટુકડા ભલા, લેને કો હરિનામ'નો જીવનમંત્ર આપનાર સંત જલારામ બાપાની કારતક સુદ સાતમ એટલે કે, આજે 222મી જન્મ જયંતી છે, ત્યારે સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આઓજન કરવામાં આવ્યું હતું.

સુરત ખાતે કારતક સુદ સાતમના દિવસે સંત જલારામ બાપાની 222મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરના વિવિધ દેવાલયોમાં વહેલી સવારથી જ દર્શન માટે શ્રદ્ધાળુઓની લાંબી કતારો લાગી હતી. આ અવસરે મંદિરોમાં છપ્પન ભોગ, અન્નકૂટ, મહાપ્રસાદ, મહાઆરતી, સંતવાણી તેમજ ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભવ્ય શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળી હતી. ઉલ્લેખનીય છે કે, વિરપુર ધામમાં જલારામ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, ત્યારે સુરતમાં વસતા જલારામ ભક્તો દ્વારા જલા જોગીના દર્શન કરી દેશ અને દુનિયા કોરોના મહામારીથી મુક્ત થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

Tags:    

Similar News