શ્રાઈન બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણય, અમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ થશે

જમ્મુ-કાશ્મીરમાં દર વર્ષે નીકળનારી અમરનાથ યાત્રા આ વખતે 30 જૂનથી શરૂ થશે. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી.

Update: 2022-03-28 07:25 GMT

જમ્મુ-કાશ્મીરમાં દર વર્ષે નીકળનારી અમરનાથ યાત્રા આ વખતે 30 જૂનથી શરૂ થશે. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી. દક્ષિણ કાશ્મીરના હિમાલય વિસ્તારમાં 3,880 મીટરની ઉંચાઈ પર સ્થિત અમરનાથ ગુફામાં હિમલિંગની મુલાકાત લેવા માટે આ 43 દિવસની લાંબી યાત્રા અંગે શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી

લેફ્ટનન્ટ ગવર્નરના કાર્યાલય દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે 43 દિવસીય પવિત્ર યાત્રા કોરોનાના તમામ નિયમોનું પાલન કરીને 30 જૂનથી શરૂ થશે અને પરંપરા મુજબ રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે. અમે આગામી તીર્થયાત્રાને લગતા વિવિધ પાસાઓની ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે.

Tags:    

Similar News