"વીરતાનો વૈભવ" : અસત્ય પર સત્યના વિજયનું પર્વ એટલે, વિજ્યાદશમી...

Update: 2021-10-15 04:45 GMT

દશેરા ભારતમાં ઉજવાતો એક હિન્દુ તહેવાર છે, જે નવરાત્રી પુરી થયા બાદ આવે છે. ગુજરાતી પંચાંગ મુજબ આસો માસની સુદ દસમને દિવસે દશેરાનો તહેવાર આવે છે. લંકાના રાજા રાવણ ઉપર ભગવાન રામચંદ્રએ મેળવેલા વિજયના માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે, માટે તેનું બીજું નામ વિજયાદશમી પણ છે.

હિન્દુ રાષ્ટ્રમાં દશેરા તહેવારને ભગવતીના નામ 'વિજયા' નામ તરીકે 'વિજયાદશમી' પણ કહેવાય છે. એવુ માનવામાં આવે છે કે, અશ્વિન શુક્લ દશમીના રોજ તારો ઉદય થતા સમય 'વિજય' નામનો કાળ હોય છે. આ કાળ સર્વકાર્ય સિદ્ધિદાયક હોય છે. તેથી પણ તેને વિજયાદશમી કહેવાય છે. વિજયાદશમીના દિવસે ભગવાન શ્રીરામ દ્વરા લંકા પર ચઢાઈ કરવાનું પ્રસ્થાન કરતી વખતે શમી વૃક્ષે ભગવાનના વિજયની ઘોષણા કરી હતી. વિજયકાળમાં તેથી જ શમી પૂજા પણ કરવામાં આવે છે.

દશેરાના પાવન તહેવારના દિવસે ભારત દેશના વિવિધ ભાગોમાં જુદી-જુદી રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ભારતના દક્ષિણ, પૂર્વીય અને ઉત્તરપૂર્વીય રાજ્યોમાં વિજ્યાદશમી દુર્ગા પૂજાનો અંત દર્શાવે છે, જે રાક્ષસ મહિષાસુર પર દેવી દુર્ગાના વિજયનો ઉત્સવ છે. ઉત્તરીય અને પશ્ચિમી રાજ્યોમાં, આ તહેવારને દશેરા કહેવામાં આવે છે. આ પ્રદેશોમાં, તે "રામલીલા"ના અંતને દર્શાવે છે અને રાવણ પર ભગવાન રામની જીતને યાદ કરે છે. દશેરાના દિવસે રાવણના પૂતળાનું દહન કરી લોકો પોતાનામાં રહેલા અહંકારને પણ દૂર છે. એકમેક અને એકતાના ભાવ સાથે દશેરાના તહેવાની દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આ ઉપરાંત લોકો પોતાના શસ્ત્રો અને વાહનોનું પણ વિશેષ પૂજન કરે છે. તો સાથે જ દશેરનો સંપૂર્ણ દિવસ શુભ કાર્યો કરવા માટે પણ ખૂબ સારો માનવામાં આવે છે. દશેરાના દિવસે ભક્તો શ્રી રામજીના દર્શન કરી ખૂબ ધન્યતા અનુભવે છે.

Tags:    

Similar News