ધોરાજી : નરશંગ આશ્રમના મંહતની પૈસાની લેતી મામલે કરાઈ હતી હત્યા,1 ઝડપાયો

Update: 2018-09-26 12:34 GMT

પોલિસ પુછપરછમા હરેશ ઉર્ફે હક્કા નામના સાધુએ હત્યાની કબુલાત કરી

થોડાક દિવસ પુર્વે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના જામકંડોરણા રોડ પર સફરા નદીના પૂલ પાસે આવેલ નરસંગ આશ્રમના મહંત લાલદાસ બાપૂનો મૃતદેહ લોહીલૂહાણ હાલતમા મળી આવ્યો હતો. જે અંગે પોલીસે ફોરેન્સીક પીએમ કરાવ્યું હતું. જે બાબતે હત્યાની ફરીયાદ મૃતક લાલદાસ બાપુના ભત્રીજા જીવણદાસ ચૌહાણે નોંધાવી હતી. જે અંતર્ગત પોલીસે હરેશ ઉર્ફે હક્કા નામના સાધુની ધરપકડ કરી છે.

રાજકોટ એસપી બલરામ મિણાના જણાવ્યા પ્રમાણે પોલિસ પુછપરછમા હરેશ ઉર્ફે હક્કા નામના સાધુએ કબુલ્યુ હતુ કે અગાઉ પોતે નરશંગ આશ્રમમાં રહેતો હતો. લાલદાસ બાપુ સાથે પૈસાની લેતી દેતી મામલે 15 દિવસ પુર્વે ઝઘડો થયો હતો. જે બાબતનો ખાર રાખી લાલદાસ બાપુને લોખંડનો સળીયો મારી હત્યા નિપજાવી હતી.

આરોપીએ લાલદાસ બાપુનો મોબાઈલ અને રોકડ રકમની ચોરી પણ કરી હતી. તો બાપુનો ચોરેલ મોબાઈલ એકટીવ થતા આરોપીના સ્થળની જાણ થતા પોલિસે તેની ધરપકડ કરી હતી. આરોપીએ લાલદાસ બાપુની હત્યા કરી તે પુર્વે રેકી કરી હતી. છેલ્લા ત્રણ દિવસથી બાપુની હિલચાલ પર નજર રાખી રહ્યો હતો ત્યારે બનાવના દિવસે સાંજના સાડા સાત વાગ્યા આસપાસ આશ્રમ ગયો હતો. તો ત્યારબાદ રૂમમાં પાણી માટેની બહારના ભાગે પાણીની પાઇપ લાઇન ગોઠવી હતી. જે તેને વાળી દેતા રૂમના અંદરના ભાગમા પાણી જતુ બંધ થઈ ગયુ હતુ. જેથી બાપુ બહાર આવે અને આરોપી તેની હત્યા કરી નાંખે.

Similar News