અરવલ્લી : મંગળ-ગુરૂ ગ્રહ વચ્ચે એસ્ટ્રોઇડ બેલ્ટનું સંશોધન કરનાર વિદ્યાર્થીનીને NASAએ પ્રમાણપત્ર આપ્યું

અરવલ્લી જિલ્લાના મોડાસાની એક દીકરીનો લઘુગ્રહ સંશોધનમાં પ્રોજેક્ટ બનાવતા NASA દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે

Update: 2021-10-23 10:17 GMT

અરવલ્લી જિલ્લાના મોડાસાની એક દીકરીનો લઘુગ્રહ સંશોધનમાં પ્રોજેક્ટ બનાવતા NASA દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે, ત્યારે આ સિદ્ધિ બદલ પરિવાર સહિત શહેરીજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.

મોડાસા તાલુકાના બોલુન્દ્રા ગામની વતની અને હાલ મોડાસા શહેરમાં રહેતી પ્રાચી વ્યાસને બાળપણથી જ અંતરિક્ષ શોધમાં રુચિ હતી, ત્યારે પ્રાચી વ્યાસે અંતરિક્ષ લઘુગ્રહનું સંશોધન કરી NASAના પ્રમાણપત્રો હાંસિલ કર્યા છે. તા. 3 મેથી 28 મે દરમ્યાન પ્રાચિ વ્યાસે એક પ્રોજેક્ટ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ તા. 1 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બરમાં લઘુગ્રહોનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. લઘુગ્રહો અંગે રીસર્ચ કરી પ્રાચીએ ખોજ નામની સંસ્થા મારફતે પોતાનો પ્રોજેક્ટ NASAમાં મોકલ્યો હતો.

અવકાશમાં મંગળ અને ગુરૂ વચ્ચે એસ્ટ્રોઇડ બેલ્ટનું સંશોધન કર્યું હોવાનું પ્રાચી વ્યાસે જણાવ્યું હતું, જ્યારે તે ધોરણ 9માં અભ્યાસ કરતી હતી ત્યારથી જ તેને અંતરિક્ષમાં રસ હતો. તેને કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સની જેમ જ અંતરિક્ષમાં રહીને ઘણું બધુ શિખી દેશ અને રાજ્યનું નામ રોશન કરવું છે, ત્યારે પ્રાચીની આ સિદ્ધિનિ લઇને પરિવાર તેમજ શહેરીજનોમાં પણ આનંદની લાગણી પ્રસરી છે.

Tags:    

Similar News