ભરૂચ: યુનાઇટેડ મુસ્લિમ એસો.દ્વારા સરકારી શાળામાં યોજાયો નોટબુક વિતરણનો કાર્યક્રમ

Update: 2023-07-13 11:23 GMT

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મુંડા ફળિયા મિશ્ર શાળા 19માં આજ રોજ "ધ યુનાઇટેડ મુસ્લિમ એસોસીએશન દ્વારા વિદ્યાર્થીઓને નોટ બુક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં હાજરી આપતા નગરપાલિકા વિપક્ષના નેતા સમસાદ સૈયદે વિદ્યાર્થીઓને જણાવ્યુ હતુ કે દેશના અને વ્યક્તિના વિકાસમાં શિક્ષણની ભૂમિકા ખુબજ મહત્વની છે. જીવનમાં પ્રગતિ કરવી હશે તો એજ્યુકેશન લેવુજ પડશે.

મુંડા ફળિયા મિશ્ર શાળામાં નોટબુક વિતરણ કાર્યક્રમમાં,કાઉન્સિલર ઈબ્રાહીમ કલકલ, શિક્ષણ સમિતિના સભ્ય ઝેનુદ્દીન કોન્ટ્રાક્ટર, ઈકબાલ પાતરાવાલા, ઈમ્તિયાઝ પઠાન, ઈરફાન કાઝી, શાહીદ શેખ, શબાનાબેન કાઝી તેમજ શાળાના આચાર્ય કુસુમબેન ગોહિલ અને શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News