આવતીકાલે જાહેર થશે ગુજરાત યુનિવર્સિટીનું મેરીટ લિસ્ટ

આવતીકાલે ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોમર્સના વિવિધ કોર્સનું ફાઇનલ મેરીટ લિસ્ટ જાહેર કરશે

Update: 2021-09-21 13:21 GMT

સમગ્ર રાજ્યની ખાનગી યુનિવર્સિટી દ્વારા ઓફલાઇન શૈક્ષણિક સત્ર શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી હજુ પ્રવેશ પ્રક્રિયામાં વ્યસ્ત જોવા મળી રહી છે. જેમાં આવતીકાલે ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોમર્સના વિવિધ કોર્સનું ફાઇનલ મેરીટ લિસ્ટ જાહેર કરશે. ત્યારબાદ વિદ્યાર્થીઓ જે તે કોલેજમાં જઇ એડમિશન કન્ફર્મ કરવાનું રહેશે.

રાજ્યની તમામ ખાનગી યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન શૈક્ષણિક સત્ર શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી B.COM, B.C.A કોમર્સના. AMBA, M.SC.IT આ વિવિધ કોર્સમાં 40,500 વિદ્યાર્થીઓ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું તેના ફાઇનલ મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. અગાઉ પણ પ્રોવિઝન મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આવતીકાલે પ્રથમ રાઉન્ડનું મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવશે, ત્યારબાદ બીજુ અને ત્રીજુ મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવશે. મહત્વની એ વાત છે કે, મેરીટ લીસ્ટ મુજબ કોલેજ પસંદ કરવાની તક આપવામાં આવી હતી. જ્યારે મોડી જાગેલ ગુજરાત યુનિવર્સિટી આવતી કાલથી સંલગ્ન કોલેજો મેરીટમાં આવ્યા બાદ વિદ્યાર્થી ઓફલાઇન એડમિશન કન્ફર્મ કરવાનું રહેશે.

Tags:    

Similar News