PSIની પ્રીલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર, 96 હજારમાંથી 4311 ઉમેદવારો પાસ

6 માર્ચના રોજ યોજાયેલી પ્રીલિમિનરી પરીક્ષામાં અંદાજે 96 હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.

Update: 2022-04-27 12:32 GMT

રાજ્યમાં હાલ ચાલી રહેલી પોલીસ સબ ઈન્સ્પેક્ટરની પ્રીલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. 6 માર્ચના રોજ યોજાયેલી પ્રીલિમિનરી પરીક્ષામાં અંદાજે 96 હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેના પરિણામની આતુરતાથી રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. PSIની પરીક્ષા આપનારા ઉમેદવારોમાંથી પાસ 4311 જેટલા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.

PSIમાં 1382 પદ માટે આ ભરતી બહાર પાડવામાં આવી હતી, જેમાં બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની 202 જગ્યા છે. બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) માટે 98 જગ્યા બહાર પાડવામાં આવી હતી. હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ)ની 72 જગ્યા, ઇન્ટેલિજન્સ ઓફિસર (પુરુષ) 18, ઇન્ટેલિજન્સ ઓફિસર (મહિલા) 9, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ) 659, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) 324 જગ્યા છે. આ પ્રકારે કુલ 1382 જગ્યાની જાહેરાત કરવામાં આવી હતી અંદાજે 4 લાખથી પણ વધારે ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતા ...

Tags:    

Similar News