અધધ...... ઓસ્કારની ગિફ્ટ બેગ જેની કિંમત 1 કરોડ રૂપિયાથી પણ વધુ, જાણો શું હોય છે આ બેગમાં અને કોને મળે છે

ઓસ્કાર એવોર્ડ 2023 ભારત માટે ખુશીની ભેટ લઈને આવ્યો છે. આજનો દિવસ દેશવાસીઓ માટે ખુબ ખાસ છે.

Update: 2023-03-13 07:10 GMT

ઓસ્કાર એવોર્ડ 2023 ભારત માટે ખુશીની ભેટ લઈને આવ્યો છે. આજનો દિવસ દેશવાસીઓ માટે ખુબ ખાસ છે. આ વખતે ભારતમાંથી ત્રણ ફિલ્મોએ ઓસ્કાર માટે પોતાની દાવેદારી રજુ કરી હતી, જેમાંથી બે બાજી મારી છે. SS રાજામૌલીની ફિલ્મ RRR ના ગીત નાટુ નાટુને બેસ્ટ ઓરિજનલ સોન્ગ કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે જ્યારે The Elephant Whispers ને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે. આ અવસર પર દેશભરમાં ખુશીનો માહોલ છે અને સેલેબ્સને અભિનંદન આપવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. સાઉથ ફિલ્મના મોટા અભિનેતા અને બાહુબલી ફેમ રાણા દગ્ગુબાતીએ એવોર્ડ સેરેમનીનો વીડિયો શેર કર્યો છે અને ફિલ્મને એવોર્ડ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. આ ઉપરાંત દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને દિગ્ગજ નેતા એમ વેંકૈયા નાયડુએ પણ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. ફિલ્મના ગીતનું પોસ્ટર શેર કરતાં તેણે લખ્યું- ઓસ્કર જીતવા અને ઈતિહાસ રચવા માટે સંગીતકાર કીરવાણી, ગીતકાર ચંદ્રબોઝ, નિર્દેશક રાજામૌલી અને #RRR ટીમને ખૂબ ખૂબ અભિનંદન.

Tags:    

Similar News