શાહરુખ ખાનની જવાન રીલીઝના પહેલા જ દિવસે HD ક્વાલિટીમાં લીક થઇ, જાણો કઈ સાઇટસ લીક થઈ ફિલ્મ...

શાહરૂખ ખાન અને નયનતારા સ્ટારર અને એટલી દિગ્દર્શિત ફિલ્મ 'જવાન' આખરે થિયેટર્સમાં રિલીઝ થઈ છે.

Update: 2023-09-07 06:35 GMT

શાહરૂખ ખાન અને નયનતારા સ્ટારર અને એટલી દિગ્દર્શિત ફિલ્મ 'જવાન' આખરે થિયેટર્સમાં રિલીઝ થઈ છે. એક રિપોર્ટ અનુસાર, સવારના શો લગભગ હાઉસફુલ છે અને ચાહકો થિયેટર્સમાં ફિલ્મ જોતા જોતા ડાન્સ કરી રહ્યા છે. ટ્રેડ એનાલિસ્ટ દાવો કરી રહ્યા છે કે ફિલ્મ 'જવાન' પ્રથમ દિવસે બમ્પર કલેક્શન કરી શકે છે. આ બધાની વચ્ચે મેકર્સને મોટો આંચકો લાગ્યો છે. વાસ્તવમાં એક રિપોર્ટ અનુસાર, જવાનની રિલીઝના થોડા કલાકોમાં HD પ્રિન્ટમાં ઓનલાઈન લીક થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ જવાન રિલીઝના થોડા જ કલાકોમાં પાયરસીનો શિકાર બની ગઈ છે. આ મૂવી તમિલરોકર્સ, એમપીફોરમુવીઝ, Vegamovies અને Filmyzilla સહિતની ઘણી સાઇટ્સ પર HD પ્રિન્ટમાં મફતમાં ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે. ફિલ્મ લીક થવાથી તેની કમાણી પર અસર થવાની સંભાવના છે. કહેવામાં આવી રહ્યું છે કે મેકર્સને કરોડોનું નુકસાન થઈ શકે છે.

Tags:    

Similar News