ઓસ્કાર 2022 થપ્પડ પછી વિલ સ્મિથ ભારત પ્રવાસ માટે આવ્યો

ઓસ્કર 2022 થપ્પડ કૌભાંડ બાદ અભિનેતા વિલ સ્મિથ શનિવારે ભારતમાં જોવા મળ્યો હતો.

Update: 2022-04-23 07:46 GMT

ઓસ્કર 2022 થપ્પડ કૌભાંડ બાદ અભિનેતા વિલ સ્મિથ શનિવારે ભારતમાં જોવા મળ્યો હતો. હોલીવુડ સ્ટાર શનિવારે મુંબઈ એરપોર્ટ પર એક આધ્યાત્મિક વ્યક્તિ સાથે વાત કરતો જોવા મળ્યો હતો. ઓસ્કાર સ્લેપ સ્કેન્ડલ પછી વિલ સ્મિથ પહેલીવાર જાહેરમાં દેખાયો હતો. તે એરપોર્ટ પર તેના ચાહકો સાથે તસવીરો ક્લિક કરતો જોવા મળ્યો હતો.

તે જુહુની એક હોટલમાં રોકાયો અને શનિવારે મુંબઈથી નીકળી ગયો હતો. વિલનો ભારત સાથે લાંબા સમયથી સંબંધ છે અને તે અગાઉ પણ ઘણી વખત દેશની મુલાકાત લઈ ચૂક્યો છે. વિલ ગંગા આરતી માટે વારાણસી ગયો છે. વિલ સ્મિથ ગયા મહિને 94માં એકેડેમી એવોર્ડ સમારોહના મંચ પર કોમેડિયન ક્રિસ રોકને થપ્પડ માર્યા બાદ વિવાદમાં ફસાઈ ગયો હતો. તાજેતરના અહેવાલો અનુસાર, જાડા અને વિલ વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ છે અને બંને ટૂંક સમયમાં છૂટાછેડા લેવાના છે.

Tags:    

Similar News