અમદાવાદ : પરીક્ષા પૂર્ણ થતાં ચાલુ કારમાંથી સ્ટંટબાજોએ ફોડ્યા ફટાકડા, એક વિદ્યાર્થી ઘાયલ...

Update: 2023-04-17 10:57 GMT

ચાલુ કારમાં સ્ટંટબાજને ખેલ કરવો ભારે પડ્યો

ચાલુ કારમાંથી ફટાકડા ફોડી યુવતીને કરી ઘાયલ

સ્ટંટબાજી કરનાર 4 નાબાલિકો પોલીસ ગિરફ્તમાં

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં જાહેર રસ્તા ઉપર ફટાકડા ફોડી સ્ટંટ કરવામાં આવ્યા હોવાનો વિડિયો સામે આવ્યો હતો. ચાલુ કારમાંથી રોડ ઉપર ફટાકડા ફેંકવામાં આવતા એક યુવતીને ઈજાઓ થઈ હતી, જ્યારે સમગ્ર ઘટના CCTVમાં કેદ થતાં 4 સગીરોની અટકાયત કરી તેમનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું.

અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં ધોરણ 10ની પરીક્ષા પૂર્ણ થયા બાદ ચાલુ કારમાંથી સ્ટંટબાજી કરી ફટાકડા ફોડ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં એક વિધાર્થીની દાજી ગઈ હતી, જે બાબતે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જોકે, સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા હતા. જેમાં CCTVના આધારે પોલીસે 4 નાબાલિકોને પકડી પડ્યા હતા. CCTVમાં જોવા મળેલી કાર નંબરના આધારે પોલીસે વિદ્યાર્થીઓના માતા-પિતાને બોલાવ્યા હતા. વિદ્યાર્થીઓના માતા-પિતાની હાજરીમાં જ કાઉન્સિલિંગ પણ કરવામાં આવ્યું હતું. આ કેસમાં ટ્રાફિક પોલીસે વિદ્યાર્થીઓના માતા-પિતા સામે પણ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News