રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 133 નવા કેસ નોંધાયા, 48 દર્દીઓ થયા સાજા

Update: 2023-03-19 16:08 GMT

રાજ્યમાં ફરી એકવાર કોરોના કેસમાં સામે આવી રહ્યા છે. તો બીજી તરફ કોરોનાનાં લક્ષણ ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવના કેસો પણ જોવા મળી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસમાં સામાન્ય ઘટાડો નોંધાતા આજે 133 કેસ નોંધાયા છે. જેની સામે 48 દર્દીઓ સાજા થયા છે અને હાલ 5 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે.

કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 740 એક્ટિવ કેસ છે. જેમાંથી 05 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 735 દર્દીઓ હાલ સ્ટેબલ છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,66,929 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11047 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

કોરોના કેસને લઇ જિલ્લા અને કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 70 કેસ નોંધાયા છે. જ્યારે 25 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારબાદ મહેસાણામાં 16 કેસ સામે આવ્યા છે. સુરતમાં 10 નવા કેસ સામે આવ્યા છે. રાજકોટમાં 11 નવા કેસ નોંધાયા છે. વડોદરામાં 6 નવા કેસ નોંધાયા છે. ભરૂચમાં 3 નવા કેસ, વલસાડમાં પણ 3 નવા કેસ સામે આવ્યા છે. ભાવનગરમાં 3 નવા કેસ નોંધાયા છે. ગાંધીનગર 3 અને પોરબંદરમાં 2 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમરેલીમાં 1 કેસ નોંધાયો છે. ગીર સોમનાથમાં 1 કેસ, જામનગરમાં 1 કેસ, મહીસાગરમાં 1 કેસ, મોરબીમાં પણ 1 કેસ અને સુરેન્દ્રનગરમાં પણ 1 કેસ નોંધાયો છે.

Tags:    

Similar News